ઉનાળો હોય કે શિયાળો, ઈંડા દરેક સીઝનમાં પ્રોટીન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
બાફેલા ઈંડા ઉનાળામાં વધુ સુરક્ષિત વિકલ્પ છે. તેમાં વધારાનું તેલ, માખણ કે મસાલા હોતા નથી, જે પેટને શાંત રાખવામાં મદદ કરે છે.
ઉનાળામાં આપણી પાચન શક્તિ થોડી નબળી હોય છે. બાફેલા ઈંડા જલ્દી પચી જાય છે અને એસિડિટી કે પેટમાં ભારેપણું અનુભવાતું નથી.
ઓમલેટ બનાવતી વખતે તેલ અથવા માખણનો ઉપયોગ થાય છે. ઉનાળામાં વધુ તેલયુક્ત ખોરાક પેટમાં ગરમી વધારી શકે છે અને પાચનમાં તકલીફ આપી શકે છે.
બાફેલા ઈંડામાં કુદરતી પોષક તત્વો જળવાઈ રહે છે. જ્યારે ઓમલેટમાં મસાલા અને તેલ ઉમેરવાથી તેની કેલરી વધી જાય છે.
ગરમીમાં દિવસ દરમિયાન 1 થી 2 બાફેલા ઈંડા ખાવા પૂરતા છે. વધુ પડતા ઈંડા શરીરનું તાપમાન વધારી શકે છે.
જો તમારે હેલ્ધી અને હળવો વિકલ્પ જોઈએ છે, તો ઉનાળામાં 'બોઈલ્ડ એગ' શ્રેષ્ઠ છે. સ્વાદ માટે ઓમલેટ ક્યારેક લઈ શકાય, પણ તેલનું પ્રમાણ ઓછું રાખવું.