સુરત પોલીસની ફરી એકવાર સરાહનીય કામગીરી જોવા મળી છે.  

સુરત પોલીસનાં બે જવાન એક યુવતી માટે દેવદૂત બનીને આવ્યા હતા.

સણિયા હેમાદ ગામની સીમમાં રમાબેન વસાવા નામની યુવતીએ ઝેરી દવા ગટગટાવી હતી.

યુવતીને બચાવવા માટે પોલીસ જવાન અજમલ પટેલ, સજાણાભાઈ વરદાભાઈ વાન લઈને પહોંચ્યા હતા.

જ્યાં ગાડી ન પહોંચે એવી જગ્યાએ પોલીસ જવાનો PCR વાન લઈને પહોંચ્યા હતા. 

ખેતરમાં યુવતીને ખભે ઊંચકી ગારો વાળી જગ્યામાં ઉઘાડા પગે દોડી રેસ્ક્યૂ કર્યું હતું.

હોસ્પિટલમાં સમયસર સારવાર મળી જતાં યુવતીનો જીવ બચ્યો હતો. 

સુરત પો. કમિશનર અનુપમસિંહ ગેહલોતે બંને જવાનોની કામગીરીને બરદાવી સન્માનિત કર્યા હતા.

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Ahmedabad Rath yatra 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને DYCMએ કરી પહિંદ વિધિ

Gujaratfirst.com Home