સુરતમાં BRTS બસમાં બેફામ ગાળો બોલનારા આરોપીની આખરે ધરપકડ કરાઈ છે.
વિરેન્દ્ર ઠક્કર નામના યુવકની સુરત પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપ છે કે BRTS બસમાં આરોપી વિરેન્દ્રે અભદ્ર વર્તન કર્યું અને મહિલાઓ સામે ગંદી ગાળો બોલી હતી.
વિરેન્દ્ર નશામાં હોવાનો અને પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢીને પણ બતાવ્યું હોવાનો આરોપ છે.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યા બાદ પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી હતી.
આરોપી વિરેન્દ્ર કતારગામનો રહેવાસી હોવાનું અને ચોરીનાં ગુનાનો આરોપી હોવાનું ખુલ્યું છે.
This browser does not support the video element.
આરોપી યુવક વિરેન્દ્ર ઠક્કરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત બહારથી ઝડપી પાડ્યો છે.
વાઇરલ વીડિયોમાં આરોપીનાં હાથમાં ડ્રગ્સ જેવી દેખાતી પડીકી અંગે પણ તપાસ કરાશે.