સુરતમાં ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામેના ફ્લેટમાં આગ, બચાવ કામગીરીમાં હર્ષ સંઘવી જોડાયા
વેસુના હેપ્પી એક્સલેન્સિયાના 8મા માળે લાગેલી આગ 3 માળ સુધી ફેલાઈ
એક ફાયર જવાનનો હાથ દાઝ્યો, ગૃહ રાજ્યમંત્રી ઘટનાસ્થળે
ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ કેમ્પસમાં આવેલું છે
5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે
ફાયર વિભાગના આગ બુઝાવવાના પ્રયાસ તેજ
અઢી કલાકથી વધુ સમય આગ ઉપર કાબુ મેળવવામાં થયો છે
આગ લાગી ત્યારે 18 થી 20 જેટલા લોકોને ટેરેસના ભાગેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે
તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી