Surat Flood : પૂરગ્રસ્ત સુરતને ફરી બેઠું કરવાની DYCM હર્ષભાઈ સંઘવીની યુદ્ધસ્તરીય કવાયત !
યુદ્ધના ધોરણે રાહત કામગીરી : સુરતમાં પૂરની સ્થિતિ બાદ જનજીવન પૂર્વવત કરવા રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડોર-ટુ-ડોર સર્વે: તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 9100થી વધુ અસરગ્રસ્ત પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.
ઝડપી આર્થિક સહાય: 800થી વધુ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ધોરણે રૂ. 6800 લેખે ઘરવખરી અને કેશડોલની સહાય ચૂકવી દેવામાં આવી છે.
સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર ભાર: રોગચાળો ન ફેલાય તે માટે પાણીના નિકાલ અને શહેરની સફાઈ પર વિશેષ ભાર મૂકીને તંત્રને કડક આદેશો આપવામાં આવ્યા છે.
વેપાર-રોજગારને વેગ: આગામી 48 થી 72 કલાકમાં સુરતના બજારો અને વેપાર-રોજગાર ફરી ધમધમતા થાય તે માટે સરકારી તંત્ર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે.