સુરતનાં કતારગામમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાએ આપઘાત કર્યો હતો.
19 વર્ષીય નૈના વાવડીયાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
શિક્ષિકાનાં આપઘાત કેસમાં સિંગણપોર પોલીસે એકની ધરપકડ કરી છે.
પોલીસે આરોપી યુવક નીલ દેસાઈના પિતા વિષ્ણુ દેસાઈની ધરપકડ છે.
શિક્ષિકા નૈના વાવડીયાનાં આપઘાત કેસમાં પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
આરોપી નીલ નૈનાનો પીછો કરતો, બ્લેકમેઇલિંગ કરી હેરાન કરતો હોવાનો આરોપ છે.
શિક્ષિકાનાં પિતાએ આરોપીના પિતાને વાત કરી પુત્રને સમજાવવા કહ્યું હતું.
પુત્રની હરકતોની જાણ છતાં પિતાએ આંખ આડા કાન કર્યા હોવાનો આરોપ છે.
DCP પિનાકિન પરમારે જણાવ્યું કે, આરોપી યુવતી પાસે રૂપિયાની માગ કરતો હતો.
નૈનાનાં આપઘાત બાદ પરિવારજનો, સમાજનાં અગ્રણીઓ પો.સ્ટે. પહોંચ્યા હતા.