સુરતમાં હચમચાવે એવી ઘટના બની છે. 6 વર્ષીય બાળકીની કરપીણ હત્યા કરવામાં આવી છે.
કડોદરા વિસ્તારમાં રહેતા યુવકે પાડોશીની બાળકીની હત્યા કરી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.
પોલીસ તપાસ અનુસાર, નરાધમ યુવક દુષ્કર્મ કરવાનાં બદઇરાદે બાળકીને ચોકલેટ આપી લઈ ગયો હતો.
ઘણા સમય સુધી બાળકી ઘરે ન આવતા પરિવારને પોલીસ ફરિયાદ કરી હતી.
ફરિયાદનાં આધારે કડોદરા પોલીસે તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી.
આરોપી યુવકે બાળકીને અવાવરું જગ્યા પર લઈ જઈ પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું ખુલ્યું છે.
પોલીસને બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે અને યુવકની ધરપકડ પણ કરી લીધી છે.
બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની કે નહીં તે અંગે PM રિપોર્ટ બાદ જાણી શકાશે.