તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માં Thalapathy Vijay એ પોતાની રાજકીય સફર શરૂ કરી છે.
ચૂંટણીમાં તેમની સંપતિ ચર્ચામાં છે, એફિડેવિટ મુજબ વિજય પાસે આશરે ₹624 કરોડથી વધુની કુલ સંપત્તિ છે.
વિજય પાસે ₹404.58 કરોડની જંગમ મિલકત છે, જેમાં ₹213 કરોડથી વધુના બેંક ડિપોઝિટ્સ અને રોકાણો સામેલ છે.
તેમની પાસે BMW 530, Lexus 350, અને Toyota Vellfire જેવી મોંઘી લક્ઝરી કારોનું શાનદાર કલેક્શન છે.
અભિનેતા પાસે ₹220 કરોડની સ્થાવર મિલકત છે, જેમાં ચેન્નાઈમાં આલીશાન બંગલા અને કોડાઈકેનાલમાં ખેતીની જમીનનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2024-25 માટે વિજયે ₹184.53 કરોડની આવક દર્શાવી છે, જે તેમની ફિલ્મ કારકિર્દી અને વ્યવસાયોમાંથી આવે છે.
વિજયે પોતાની એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમના પર કોઈ બેંક લોન કે અન્ય દેવું નથી, જે તેમની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.