TVK પ્રમુખ વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
સામાન્ય રીતે તમિલ નેતાઓ સફેદ શર્ટ અને ધોતી પહેરે છે, પરંતુ વિજયે 'બ્લેક પેન્ટ-સૂટ' અને વ્હાઇટ શર્ટ પહેરીને સૌને ચોકાવ્યા.
રાજકીય વિશ્લેષકોના મતે વિજયનો આ આધુનિક પહેરવેશ યુવા પેઢી સાથે જોડાવા અને નવી વિચારધારા રજૂ કરવાનો એક મજબૂત સંકેત છે.
ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રાજ્યપાલ આર.એન. રવિએ વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
વિજયની પાર્ટી TVK એ કોંગ્રેસ અને અન્ય પક્ષોના સહયોગથી સરકાર બનાવી છે, જે રાજ્યમાં પ્રથમ મોટી ગઠબંધન સરકાર તરીકે ઉભરી છે.
શપથ લીધા બાદ વિજયે રાહુલ ગાંધી અને અન્ય મહાનુભાવો સાથે સ્ટેજ પર સેલ્ફી લઈને પોતાની આગવી શૈલીમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો.
વિજયની સાથે અન્ય 9 મંત્રીઓએ પણ શપથ લીધા છે, જેમાં યુવા ચહેરાઓ અને અનુભવી નેતાઓનું સંતુલન રાખવામાં આવ્યું છે.
પોતાના પ્રથમ ભાષણમાં મુખ્યમંત્રી વિજયે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને જનતાની સેવા કરવાનું મક્કમ વચન આપ્યું હતું.