TATA vs Hyundai: ડિસેમ્બરમાં કાર વેચાણમાં કોણે મારી બાજી?
ગત વર્ષે (2024) ઓટો સેક્ટરમાં લાવ્યું ક્રાંતિ: ઘણા નવા મોડલ્સ રજૂ થયા
2024: ઓટો ઉત્પાદકો માટે રહ્યું સારું વર્ષ, પણ ડિસેમ્બરમાં વેચાણમાં જોવા મળ્યો મોટો ઉલટફેર
Hyundai ને માત આપીને, Tata Motors એ મારી બાજી, Hyundai ને માસિક વેચાણમાં માત આપી
Mahindraના વેચાણ વેગથી Hyundai માટે મુશ્કેલીઓ વધી શકે છે, ચાલો જોઈએ કે ડિસેમ્બરમાં કોણે કેટલી કાર વેચી છે.
ડિસેમ્બર વેચાણ: 18,995
Kia India: ડિસેમ્બરમાં સ્થાનિક બજારમાં કુલ 18,995 કાર વેચી જે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેચાયેલા 12,536 યુનિટ કરતાં 51% વધુ છે.
ડિસેમ્બર વેચાણ: 29,529
Toyota એ ડિસેમ્બર 2024 માં 29,529 કાર વેચી જે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેચાયેલા 22,867 યુનિટ કરતાં 29% વધુ છે.
ડિસેમ્બર વેચાણ: 41,424
Mahindra એ ડિસેમ્બર 2024 માં 41,424 કારનું વેચાણ કર્યું જે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેચાયેલા 35,171 યુનિટ કરતાં 18% વધુ છે.
ડિસેમ્બર વેચાણ: 42,208
Hyundai એ ડિસેમ્બર 2024 દરમિયાન 42,208 કાર વેચી જે ગયા વર્ષે ડિસેમ્બરમાં વેચાયેલી 42,750 કાર કરતાં 1.3% ઓછી છે.
ડિસેમ્બર વેચાણ: 44,230
Hyundai ને પછાડી Tata Motors એ મેળવ્યું બીજું સ્થાન. Tata Motors એ ડિસેમ્બરમાં 44,230 કાર વેચી જે ગયા વર્ષના ડિસેમ્બરમાં 43,470 યુનિટ કરતાં 2% વધુ છે.
ડિસેમ્બર વેચાણ: 1,30,117
Maruti Suzuki: ડિસેમ્બર 2024 માં ગત વર્ષની સરખામણીમાં 24.18% વધ્યું વેચાણ, 1,30,117 કાર વેચી બની નંબર વન