સબંધોમાં મૌન પણ ઘણું બધું કહી જાય છે.
મનોવૈજ્ઞાનિકોના મતે સંબંધોમાં મૌન એકસરખા હોતા નથી. તેના ઘણા અર્થ હોય છે.
ભાવનાત્મક થાકનું મૌન
વારંવાર સમજાવવા છતાં પણ જ્યારે કોઈ વ્યક્તિને સમજાતું નથી, ત્યારે તે બોલવાનું બંધ કરી દે છે. આ મૌન હાર સ્વીકારવા સમાન છે.
ગુસ્સાનું મૌન
ઘણા લોકો ગુસ્સામાં બૂમો પાડવા કરતાં ચૂપ રહેવાનું પસંદ કરે છે. બહારથી તો શાંતિ લાગે છે, પણ અંદર ઘણું બધું ઉભરાઈ રહ્યું હોય છે.
સજા આપવા માટે મૌન
આ મૌનનું સૌથી ખતરનાક સ્વરૂપ માનવામાં આવે છે. તેમાં અન્ય વ્યક્તિને માનસિક નુકસાન પહોંચાડવા માટે જાણી જોઈને અવગણવા કરતો હોય છે.
શાંતિપૂર્ણ મૌન
બધા મૌન નકારાત્મક હોતા નથી. ક્યારેક બોલ્યા વિના સાથે બેસવાથી, ફક્ત એકબીજાની હાજરીનો અનુભવ થવાથી, સંબંધ વધુ ગાઢ બનતા હોય છે.
સંશોધન દર્શાવે છે કે લાંબા સમય સુધી નકારાત્મક મૌન સંબંધોમાં ભાવનાત્મક અંતર વધારે છે.
બીજી વ્યક્તિ સાંભળ્યા વગરનું, અવગણના અને નકામું અનુભવ કરવા લાગે છે. ધીમે ધીમે વિશ્વાસ નબળો પડવા લાગે છે, અને ગેરસમજ ઊભી થાય છે.
જે લોકો પોતાની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવામાં અસમર્થ હોય છે તેઓ તણાવ, ચિંતા અને એકલતાનો અનુભવ કરતા હોય છે. ક્યારેક સંબંધ તૂટવાનું કારણ ઝઘડો નથી, પરંતુ સતત મૌન હોય છે.
મૌન એક ભાષા છે, શબ્દો સંબંધોમાં પુલ બનાવે છે, પરંતુ મૌન દિવાલો બની શકે છે. શાણપણ એ ઓળખવામાં છે કે મૌન શાંતિ આપે છે કે, સંબંધોમાં અંતર