તમિલનાડુમાં હવે ‘થલાપતિ’ નું શાસન, જુઓ શપથ વિધિના ફોટા
મુખ્યમંત્રી વિજય સાથે કુલ 9 મંત્રીઓએ શપથ લીધા, જેમાં અનુભવી અને યુવા ચહેરાઓનો સમાવેશ છે.
એસ. કીર્તનાએ પણ મંત્રી તરીકે શપથ લીધા. 29 વર્ષની ઉંમરે, કીર્થના ટીવીકે સરકારમાં સૌથી નાની ઉંમરના મંત્રી છે.
એન. આનંદે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ ત્યાગરાજ મતવિસ્તારના ધારાસભ્ય છે અને આનંદ ટીવીકેના મહાસચિવ અને પ્રવક્તા તરીકે પણ સેવા આપે છે.
આર. નિર્મલકુમારે પણ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ તમિલનાડુમાં ભાજપના ભૂતપૂર્વ સોશિયલ મીડિયા વડા હતા.
ટીવીકેના મહાસચિવ કેજી અરુણ રાજે પણ મંત્રી પદના શપથ લીધા. જેઓ પૂર્વ આઈઆરએસ અધિકારી છે.
ટીવીકેના નેતા અને મુખ્ય વ્યૂહરચનાકાર આધવ અર્જુને પણ મંત્રી તરીકે શપથ લીધા.
આજે ટીવીકેના કે.એ. સેંગોટ્ટૈયને પણ મંત્રી તરીકે શપથ લીધા છે.
આ ઉપરાંત પી. વેંકટરામનને પણ આજે મંત્રી પદના શપથ લીધા છે.