હવામાન વિભાગે આગામી 2 દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે
અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થશે
કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબકશે
ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને SEOC માં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી
NDRF ની 12 અને SDRF ની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે
સુરેન્દ્રનગરના તરણેતરના મેળા માટે પણ SDRF ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી હતી
રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઈએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર છે