દરિયાકાંઠાના વિસ્તારમાંથી સપાટીથી હવામાં પ્રહાર કરતી બરાક-8 મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું
ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી સપાટીથી હવામાં પ્રહાર કરતી બરાક-8 મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું.
ડીઆરડીઓ, ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) અને ઇઝરાયલી વહીવટીતંત્રે સંયુક્ત રીતે આ મિસાઇલ વિકસાવી છે.
આ મિસાઇલ 70 થી 90 કિલોમીટરની રેન્જમાં લક્ષ્યોને ભેદવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ કોઈપણ પ્રકારના હવાઈ ખતરા સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે.
વિમાન અને હેલિકોપ્ટર ઉપરાંત, તે સુપરસોનિક ફાઇટર પ્લેન અને મિસાઇલોને પણ તોડી પાડી શકે છે.
તે પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ છે. તેનું વજન ૨.૭ ટન અને લંબાઈ ૪.૫ મીટર છે.
તે ઇઝરાયલની બરાક-૧ મિસાઇલનું અદ્યતન સંસ્કરણ છે. આ મિસાઇલના ઉત્પાદનનું કામ ભારત ડાયનેમિક્સ લિમિટેડને સોંપવામાં આવશે. શરૂઆતના 32 મિસાઇલો INS કોલકાતા પર તૈનાત કરવામાં આવશે