વર્ષમાં આવતી 12 શિવરાત્રીમાંથી મહાશિવરાત્રીનું મહત્વ ખૂબ વધુ છે
શક સંવત પ્રમાણે ફાગણ મહિનાની વદ ચૌદસના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે
મહાશિવરાત્રીને લઈને માત્ર એક જ નહીં પરંતુ ઘણી બધી પૌરાણિક કથાઓ છે
પ્રથમ કથા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. એટલા માટે આ દિવસે બંનેની પૂજા કરવામાં આવે છે
બીજી કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. તેથી આ દિવસે ભગવાન શિવના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે
ત્રીજી કથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન ઝેર નીકળ્યું ત્યારે ભગવાન શિવે તેને પીને જગતનો ઉદ્ધાર કર્યો, જેના કારણે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે
મહાશિવરાત્રીના દિવસે શિવભક્તો ઉપવાસ અને પૂજાના નિયમ અંગે એક વખત જાણકારની સલાહ લે તે જરૂરી છે