2024માં દુનિયામાં છવાઈ આ 13 મહિલાઓ

વર્ષ 2024માં સમગ્ર વિશ્વભરમાં મહિલાઓના નામે રહ્યું. અલગ અલગ ક્ષેત્રમાં આ મહિલાઓ બદલાવનું કારણ બની. જાણીએ એવી 13 મહિલાઓ વિશે.

કમલા હૈરિસ - અમેરિકાની રાષ્ટ્રપતિ બનતા બનતી રહી ગયા. પરંતુ તેમનું નામ દરેક વ્યક્તિની જીભ પર રમતું થયું. તેમની લીડરશીપે એક અલગ છાપ છોડી.

કેનેડાના ઈતિહાસમાં પહેલી વાર મિલિટ્રી ચીફનું પદ કોઈ મહિલાને મળ્યું. જનરલ જેની કૈરગિનને જુલાઈ 2024માં કેનેડાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ મળ્યું.

100માં વર્ષમાં પહેલીવાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને કોઈ મહિલા વાઈસ ચાન્સેલર મળ્યાં. નઈમા ખાતૂનને 30 વર્ષનો શૈક્ષણિક અનુભવ છે. તેઓ 1988માં AMUમાં જોડાયા હતા.

2024માં વ્હાઈટ હાઉસમાં પહેલી મહિલા ચીફ ઓફ સ્ટાફ બન્યાં સુજૈન. એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે કોની સાથે વાત કરશે, કોને મળશે વગેરેની સુરક્ષા અને દેખરેખની જવાબદારી સુજૈન વિલ્સના હાથમાં હશે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયન પંજાબ પ્રાંતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બની. મરિયમે તેની રાજકીય કારકિર્દીની 2017માં શરૂઆત કરી હતી.

સેબીની પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા માધબી પુરી બુચ. ભારતમાં આર્થિક સેક્ટરનું આ સૌથી તાકાતવર પદ છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથ વર્ષ 2024માં ભારત અને અન્ય વિકાસશીલ દેશોનો અવાજ બનીને ઉભરી છે.

મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની ક્લૉડિયા. આ ઉપરાંત રોચક વાત એ છે કે તેમની સામે પણ એક મહિલા ઉમેદવાર હતી. 61 વર્ષીય ક્લૉડિયા મેક્સિકો સિટીની મેયર રહી ચૂક્યા છે અને તેઓ જળવાયુ વૈજ્ઞાનિક છે.

2024માં નામીબિયાને પણ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળી. આ પહેલા તેઓ ઉપરાષ્ટ્રપતિ રહ્યાં હતા. નામિબિયા પહેલા દક્ષિણ આફ્રિકાનો ભાગ હતો. પરંતુ 1990માં અલગ થયો.

ઈટાલીના વડાપ્રધાન ભારતમાં ઘણા પોપ્યુલર રહ્યાં. મેલોનીએ જી-20 અને જી-7 સમિટમાં તેમના કુલ અંદાજથી દરેકને પસંદ પડ્યા. તેઓ સોશિયલ મીડિયામાં ઘણા પ્રભાવિત વ્યક્તિઓમાં રહ્યાં.

બાંગ્લાદેશના વડાપ્રધાન કે જેમણે હિંસાના પગલે પદ અને દેશ છોડવો પડ્યો. પરંતુ તેમણે બાંગ્લાદેશની પ્રગતિ માટે અનેક મહત્વની ભૂમિકા ભજવી છે.

વર્ષ 2024માં હિજાબના વિરોધના કારણે ચર્ચામાં રહ્યાં. બળજબરીથી હિજાબ પહેરાવવાના વિરોધને લઈને તહેરાન યુનિવર્સિટીમાં કપડાં ઉતારીને ઘૂમતી તસવીર સમગ્ર દુનિયામાં વાયરલ થઈ હતી.

32 વર્ષની સોફિયા ઓડિશાની પ્રથમ મુસ્લિમ ધારાસભ્ય બની. તેઓ કટક બારાબતી બેઠકથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદ પર ચૂંટાયા.

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home