વર્ષ 2024માં આ 5 બીમારીઓએ કહેર વર્તાવ્યો

આ વર્ષ ઉપલબ્ધિઓની સાથે કેટલીક ગંભીર બીમારીઓ માટે પણ યાદ કરવામાં આવશે.

વર્ષ 2024માં 5 બીમારીઓથી ઘણા લોકો પરેશાન થયા. જેના નામ આગળ દર્શાવ્યા છે.

વર્ષ 2024માં કોવિડ 19એ ફરી એકવાર દુનિયાને ડરાવી હતી. આ વર્ષે XBB વેરિએન્ટે બાળકો અને વૃદ્ધોને તેની ચપેટમાં લીધા હતા

મંકીપોકસ જેવી બીમારીએ પણ લોકો પર કહેર વર્તાવ્યો હતો. જૂન 2024 સુધી WHOએ 97,281 કેસની પુષ્ટિ કરી હતી. જેમાંથી 208 કેસમાં મોત નીપજ્યાં હતા.

ડેન્ગ્યૂએ પણ આ વર્ષે 2024માં એકજોતા કહેર વર્તાવ્યો હતો. WHO અનુસાર એપ્રિલ સુધીમાં 7.6 મિલિયનથી વધુ ડેન્ગ્યૂના કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં 3 હજારથી વધુ મોત થયા હતા.

ભારતના કેરળ રાજ્યમાં નિપાહ વાયરસે તેનો પ્રકોપ દેખાડ્યો હતો. આ વાયરસથી વર્ષ 2024માં અનેક મોત થયા. આ બીમારીથી સ્થાનિક આરોગ્ય વ્યવસ્થા ડગમગી ગઈ હતી.

યુગાન્ડામાં ડિંગા-ડિંગા વાયરસ નામની અજ્ઞાત બીમારીનો કહેર. બુંદીબુગ્યો જિલ્લામાં 300થી વધુ કેસ નોંધાયા. જેમાં ચેપ લાગતા દર્દી નાચવા લાગે છે. 

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home