જીમ શરૂ કરવાનું વિચારો છો? પહેલા આ 5 ટેસ્ટ ખાસ કરાવી લેજો

જીમનો ટ્રેન્ડ


આજકાલ ફિટ રહેવા માટે ઘણા લોકો જીમમાં કલાકો વિતાવે છે. ખાસ કરીને યુવા વર્ગના લોકોમાં તેનો ટ્રેન્ડ વધુ છે.

ફિટનેસ ચેકઅપ


તાજેતરમાં જીમ દરમિયાન હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિથી બચવા માટે પહેલા ડોક્ટરથી ફિટનેસ ચેકઅપ કરાવવો જરૂરી છે.

LFT (લિવર ફંક્શન ટેસ્ટ)


લીવર શરીરનું મહત્વપૂર્ણ અંગ છે, જે પાચનક્રિયાથી લઈને બ્લડ શુગર સુધીના ઘણા કામ કરે છે. લિવર ફંક્શન ચેક કરાવવાથી તેની કાર્યક્ષમતા વિશે સ્પષ્ટ માહિતી મળે છે.

KFT (કિડની ફંક્શન ટેસ્ટ)


જીમ દરમ્યાન શરીર પર વધારાનો દબાણ પડે છે. કિડની ફંક્શન ચેક કરાવવાથી પથરી, સોજો અથવા લોહી શુદ્ધિકરણમાં ખામી જેવી સમસ્યાઓ જાણી શકાય છે.

TFT (થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ)


થાઇરોઇડ હોર્મોન શરીરના મેટાબોલિઝમ અને ઉર્જા સ્તરને નિયંત્રિત કરે છે. થાઇરોઇડ ચેકઅપ ન કરાવવાથી થાક, વજનમાં ફેરફાર અથવા હાર્ટ રિલેટેડ રિસ્ક વધી શકે છે.

લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ


જીમ પહેલાં લિપિડ પ્રોફાઇલ ચેક કરાવવો ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું લેવલ વધેલું હોય તો હૃદય પર ભાર પડે છે.

ECG


જીમ શરૂ કરતા પહેલા ECG ટેસ્ટ કરાવવો જોઈએ, જે બતાવે છે કે હાર્ટબીટ નોર્મલ છે કે નહીં અને બ્લડ પ્રેશર સ્થિર છે કે નહીં.

નિયમિત ટેસ્ટિંગની ટેવ


આ તમામ ટેસ્ટ માત્ર એક વખત નહીં, પણ દર 6 મહિને કરાવવાથી શરીરની સ્થિતિ પર યોગ્ય નજર રાખી શકાય છે અને અનિચ્છનીય જોખમ ટાળી શકાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home