નારિયેળ એક એવું ફળ છે જેને સ્વાસ્થ્ય માટે ફાયદાકાર માનવામાં આવે છે.
નારિયેળમાં તમને વિટામિન સી, વિટામિન ઇ, બી-વિટામિન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, કોપર, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા પોષક તત્વો મળે છે.
નારિયેળનું પાણી હેલ્થ માટે ફાયદાકારક છે,તેનું તેલ પણ ખુબ લાભદાયક છે.
નારિયેળ તેલ ચહેરાની સ્કીન માટે ખુબ લાભદાયક છે, તે ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદરૂપ થાય છે.
નારિયેળ તેલમાં વિટામિન ઇ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ત્વચાના ડાઘ જલ્દી મટાડે છે.
નાળિયેરનું તેલ ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ ઉપયોગી છે.
શરીરના ઘાને મટાડીને ત્વચાને મુલાયમ કરવા માટે નિયમિતપણે નાળિયેરનું તેલ ઉપયોગ કરવો જોઇએ.
રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલ લગાવવાથી ફાયદો થશે.