સમગ્ર દેશમાં Ganesh Chaturthi 2025 ની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે
ગણેશોત્સવમય બનેલ ગુજરાતમાં ઠેર ઠેર પંડાલોની સ્થાપના કરવામાં આવી છે
આ વર્ષે ગણેશ સ્થાપના માટેના શુભ મૂહુર્ત અને ચોઘડીયા છે ખાસ
26-08 એટલે કે આજે હરિતાલિકા તૃતીયાના દિવસે ગણેશ મૂર્તિ લાવવા માટેનો શુભ સમય સવારે 9:09 થી બપોરે 1:59 કલાક સુધી ગણાશે
27-08 ના રોજ ગણેશ મૂર્તિ લાવવાનો શુભ ચોઘડીયા સવારે 7:33 થી 9:09 સુધી અને સવારે 10:46 થી બપોરે 12:22 સુધીના શ્રેષ્ઠ રહેશે
27-08 ના રોજ ગણપતિજીની સ્થાપનાનો શુભ સમય સવારે 11:05 થી મધ્યાહને 1:40 કલાક સુધી રહેશે
ગણેશજીની પ્રતિમાની સ્થાપના માટે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે આવતો ઈશાન ખુણો શ્રેષ્ઠ છે
ગણેશજીની પ્રતિમા ઊભેલ અવસ્થામાં હોય તેના કરતા બેઠેલ અવસ્થામાં હોય તે વધુ યોગ્ય મનાય છે
ગણપતિજીની સુંઢ ડાબી તરફ હોય તેવી મૂર્તિને ખરીદવી શ્રેષ્ઠ માનવામાં આવે છે
ગણેશ પ્રતિમાનો રંગ સફેદ અથવા સિંદૂરી રંગ હોય તે જરુરી છે