અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી અને તેમના પતિ અક્ષરધામ મંદિરે પહોંચ્યા

ટિફની ટ્રમ્પે નવી દિલ્હીમાં આવેલા વિશ્વવિખ્યાત બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.

મંદિરના વિશાળ અને અદભૂત સ્થાપત્ય-સૌંદર્યને નિહાળી ટિફની ટ્રમ્પ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ભારતીય પરંપરાગત કળા અને પથ્થર પરની ઝીણવટભરી કોતરણી જોઈને તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

આ દંપતીએ મંદિરના પવિત્ર જલાભિષેક વિધિમાં ભાગ લીધો હતો અને શાંતિપૂર્ણ પ્રાર્થના અર્પણ કરી હતી.

મંદિર પરિસરમાં આયોજિત સાંસ્કૃતિક બોટ-રાઈડનો અનોખો અનુભવ પણ તેમણે માણ્યો હતો.

ટિફનીએ લખ્યું, "આ મુલાકાત અત્યંત અદ્ભુત રહી. અહીંની સુંદરતા અલૌકિક છે."

ટિફની ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ મુલાકાતને 'અવિસ્મરણીય' ગણાવી ભારતની સમૃદ્ધ ધરોહર પ્રત્યે આદર વ્યક્ત કર્યો.

બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!

Salangpur Hanumanji temple: પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાનો દિવ્ય શણગાર અને વિશેષ પૂજન

Gujaratfirst.com Home