Kitchen Tips : ઠંડા પાણીમાં વાસણ ધોવાથી આંગળીઓ સુન્ન થઈ જાય છે?
શિયાળામાં, પાણી બરફ જેવું ઠંડુ હોય છે, જેનાથી વાસણ ધોવા ખૂબ જ મુશ્કેલી ભર્યું સાબિત થાય છે.
આવી સ્થિતિમાં, અમે કેટલીક ટીપ્સ શેર કરી રહ્યા છીએ જે તમને કામ આવી શકે છે.
ઠંડીમાં વાસણ ધોવા માટે રબરના ગ્લવસ પહેરવા એ સૌથી સરળ અને અસરકારક રીત છે.
રબરના મોજા ઠંડા પાણીથી રક્ષણ આપવાની સાથે ત્વચા અને નખનું પણ રક્ષણ કરે છે.
તમારા વાસણોને ધોતા પહેલા અડધા કલાક માટે સાબુ વાળા હૂંફાળા પાણીમાં પલાળી રાખવાથી ગંદકી સરળતાથી દૂર થઈ જાયે છે.