હિન્દુ શાસ્ત્રોમાં રવિવાર સૂર્યદેવને સમર્પિત માનવામાં આવે છે
રવિવારે વહેલી સવારે તાંબાના પાત્રમાં લાલ ફુલો, અક્ષત અને ગોળ યુક્ત પાણી સૂર્યદેવને અર્પણ કરો
સૂર્યદેવને પાણી અર્પણ કરતી વખતે 'ૐ આદિત્યાય નમ:' મંત્રનો જાપ કરો
રવિવારે સવારે સ્નાન કર્યા બાદ વ્યક્તિએ નારંગી, સોનેરી અથવા લાલ રંગના કપડાં પહેરવા જોઈએ
રવિવારે જરૂરિયાતમંદોમાં ઘઉં અને ગોળનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે
આજે 'ઓમ ઘ્રીણી સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે
રવિવાર સંધ્યા ટાળે માછલીઓને લોટની ગોળી ખવડાવવાથી પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે
રવિવારે ભૂલથી પણ મીઠાનું દાન ન કરવું જોઈએ નહિતર અશુભ પરિણામો મળી શકે છે