આજે 10મી જુલાઈ, ગુરુવારે ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ છે
વહેલી સવારથી જ ભકતો ગુરુ આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ઉમટી પડ્યા છે
આજે ગુરુ પૂર્ણિમાએ કેટલીક ખાસ રીતે પૂજા કરવાથી મળે છે સુખ-સમૃદ્ધિ અને જ્ઞાન
દૂધમાં કેસર ભેળવીને શિવલિંગ પર અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે
ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મેળવવા માટે કાળી હળદરનો ગાંઠીયો મૂર્તિ સમક્ષ મૂકો
જો તમે પ્રભુ શ્રી રામને ગુરુ માનતા હોવ તો આજે રામ મંદિરમાં રામરક્ષાસ્તોત્રનું પારાયણ કરો
હનુમાનજીને ગુરુ પૂર્ણિમાએ પ્રસન્ન કરવા માટે ચણા-ગોળ-બુંદી જેવા પીળા પદાર્થોનો પ્રસાદ ચડાવો