પર્વતો અને ટનલ વચ્ચે એન્જિનિયરિંગનો ચમત્કાર, તસવીરોમાં જુઓ ચિનાબ બ્રિજમાં શું છે ખાસ

હવે લોકો કોઈપણ ઋતુમાં ટ્રેન દ્વારા કાશ્મીરથી શ્રીનગર સુધી સીધી મુસાફરી કરી શકશે.

નદીથી 359 મીટરની ઊંચાઈ પર સ્થિત સ્થાપત્યનો ચમત્કાર, ચિનાબ રેલ બ્રિજ, વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ છે.

ચિનાબ બ્રિજ 1,315 મીટર લાંબો સ્ટીલ કમાન પુલ છે, જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે.

આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન-V માં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30,000 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પુલનું આયુષ્ય 120 વર્ષ હોવાનું કહેવાય છે અને તેના પર ટ્રેનો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

પુલ પર દોડતી વંદે ભારત ટ્રેન દ્વારા, કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં લગભગ 3 કલાક લાગશે, જે વર્તમાન મુસાફરી સમયને 2-3 કલાક ઘટાડશે.

વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે

પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!

Roshni Walia : અભિનેત્રી રોશની વાલિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Gujaratfirst.com Home