ગુજરાતનાં પોરબંદરમાં માધવપુર સમુદ્રતટ પર TSE-2025નું આયોજન કરવામાં આવ્યું.
ભારતીય નૌકાદળ દ્વારા ભારતીય સેના, ભારતીય વાયુસેના સાથે સંયુક્ત અભ્યાસનું આયોજન કરાયું.
VCAS, Army Cdr SC, AOC-in-C SWAC,-in-C WNC એ સૈનિકો-અધિકારીઓ સાથે વાત કરી હતી.
રાજસ્થાન, ગુજરાતનાં ખાડી-રણ ક્ષેત્રોમાં મોટાપાયે કામગીરી-અભ્યાસ કરવામાં આવ્યો.
ઉત્તર અરબી સમુદ્રમાં ઉભયજીવી કામગીરી સહિત દરિયાઈ ક્ષેત્રમાં કામગીરી દર્શાવવામાં આવી હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડ, સરહદ સુરક્ષા દળ, અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પણ કવાયતમાં ભાગ લીધો.
આ અભ્યાસથી આંતર-એજન્સી સંકલન અને સંકલિત કામગીરીને મજબૂત બનાવાઈ.
મુખ્ય ધ્યાન સશસ્ત્ર દળો વચ્ચે સિનર્જી વધારવાનો હતો.
ત્રણેય સેવાઓમાં મલ્ટી-ડોમેન સંકલિત કામગીરી પ્રક્રિયાઓને માન્ય અને સમન્વયિત કરવાનો હેતું.
આ કવાયતમાં સંયુક્ત ગુપ્તચર-દેખરેખ, ISR પ્રક્રિયા, ઇલેક્ટ્રોનિક યુદ્ધ, સાયબર યુદ્ધ યોજનાઓ માન્ય કરાઈ.
'ત્રિશુલ' કવાયતમાં આત્મનિર્ભર ભારતના સિદ્ધાંતોને આત્મસાત કરવા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.