Vadodara માં ‘પીએમ ઈ બસ સેવા’ હેઠળ 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરાયું.
કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને DyCM હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો.
વડોદરા માટે કુલ 250 ઈલેક્ટ્રિક બસો મંજૂર કરાઈ છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 130 બસો ફાળવવામાં આવશે.
આ બસો 'ઝીરો એિમશન' ટેકનોલોજીથી સજ્જ હોવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે.
મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી, ડ્રાઈવર મોનિટરિંગ અને પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે.
દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો માટે પ્રાધાન્ય સીટો અને મહિલાઓ માટે ખાસ 'પિન્ક સીટ્સ'ની સુવિધા છે.
બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ, જી.પી.એસ. ટ્રેકિંગ અને ડિજિટલ ટિકિટિંગની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
બસોના સંચાલન માટે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા સહિત પાંચ સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાયા છે.