ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે, તેનું સૌથી મોટું કારણ વેલેન્ટાઇન વીક છે.
દર વર્ષે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી લોકો આ અઠવાડિયા દરમિયાન તેમના પ્રેમની ઉજવણી કરે છે.
7 ફેબ્રુઆરી-રોઝ ડે
વેલેન્ટાઇન ડેની શરૂઆત ગુલાબની સુગંધથી થાય છે. આ દિવસે તમે એક પણ શબ્દ બોલ્યા વિના તમારા હૃદયની લાગણીઓ વ્યક્ત કરી શકો છો.
8 ફેબ્રુઆરી- પ્રપોઝ ડે
આ દિવસ એવા લોકો માટે છે જેઓ કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માંગે છે, તેમના મનની વાત કરી શકે છે.
9 ફેબ્રુઆરી- ચોકલેટ ડે
સંબંધોમાંથી કડવાશ દૂર કરવા અને તેમાં મીઠાશ ઉમેરવા માટે ચોકલેટથી સારો વિકલ્પ બીજો કોઈ નથી. ચોકલેટ આપવી.
10 ફેબ્રુઆરી- ટેડી ડે
શોફ્ટ ટોય્ઝ ફક્ત રમકડાં નથી, તે કાળજી અને ભાવનાત્મક ટેકાની લાગણી આપે છે. તમારા પાર્ટનરને એક સુંદર ટેડી ભેટ આપો.
11 ફેબ્રુઆરી- પ્રોમિસ ડે
આ દિવસ દેખાડો કરવાનો નથી, પરંતુ વિશ્વાસનો છે. મજબૂત સંબંધનો પાયો વચનો પર ટકેલો હોય છે. એકબીજાને વચન આપો.
12 ફેબ્રુઆરી- હગ ડે
તમારા જીવનસાથીને હુંફાળુ આલિંગન આપો. તેનાથી તેઓ સુરક્ષિત અને ખાસ અનુભવે છે.
13 ફેબ્રુઆરી- કિસ ડે
આ દિવસ, પ્રેમની નિકટતા અને અતૂટ સંબંધનું પ્રતીક છે. કપાળ પર હળવું ચુંબન પણ સુરક્ષા અને આદરનો શક્તિશાળી સંદેશ આપે છે.
14 ફેબ્રુઆરી- વેલેન્ટાઇન ડે
આ પ્રેમની ઉજવણી કરવાનો દિવસ છે. એકબીજાને સુંદર ભેટો આપો અને અત્યાર સુધીની સફરની યાદો તાજી કરો.