લાડ-સરીગામ વિસ્તારના રહીશોને ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે.

ભીલાડ-સરીગામને નેશનલ હાઇવે નં. 48 સાથે જોડતા નવા રેલ્વે અંડર બ્રિજનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું.

નવા રેલ્વે અંડર બ્રિજનું સાંસદ ધવલભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું. 

 ભારત સરકારના રેલ્વે મંત્રાલય હેઠળના DFCCIL અને પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો પ્રોજેક્ટ.

અગાઉ અહીં વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામની ભારે અગવડતા વેઠવી પડતી હતી, જે હવે દૂર થશે.

આ બ્રિજના કારણે ભીલાડ-સરીગામ અને હાઇવે વચ્ચેનું જોડાણ હવે વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.

આ પ્રોજેક્ટથી સ્થાનિક ઉદ્યોગો, વેપારીઓ અને સામાન્ય જનતાના સમય અને ઇંધણની મોટી બચત થશે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર,જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત.


કાર્યક્રમમાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

જનતાએ સાંસદ અને રેલ્વે તંત્રનો માન્યો આભાર.

અમદાવાદના AMA ખાતે 'HBK AI Leaders' Summit 2.0' નું ભવ્ય આયોજન

વિમાનની બારીઓ ગોળ જ કેમ હોય છે?

Ahmedabad: ભગવાન જગન્નાથનો દિવ્ય અવતાર, વર્ષમાં એકવાર યોજાતા ભવ્ય સોનાવેશ દર્શન,જુઓ Photos

Gujaratfirst.com Home