કહેવાય છે કે, ઘડિયાળ કોઈ પણ વ્યક્તિને ગિફ્ટ ના કરવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘડિયાળને વ્યક્તિના સમયચક્ર અને ભાગ્ય સાથે જોડાયેલી હોય છે.

ઘડિયાળ ગિફ્ટ કરવાથી તમારા નસીબ અને સમયની ઊર્જા સામેની વ્યક્તિમાં ટ્રાન્સફર થઈ શકે છે.

જો તમારી ગ્રહદશા ખરાબ હોય, તો ઘડિયાળ ગિફ્ટ કરવાથી તમારી નકારાત્મક ઊર્જા સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે.

ભેટમાં ક્યારેય બંધ, રૂકેલી કે તૂટેલી ઘડિયાળ આપવી જોઈએ નહીં, તે દુર્ભાગ્યનું પ્રતીક છે.

ગિફ્ટ આપતા પહેલા ઘડિયાળમાં સમય એકદમ સચોટ અથવા 1-2 મિનિટ આગળ રાખવો જોઈએ.

ગિફ્ટ માટે ગોળ કે ચોરસ આકારની ઘડિયાળ સૌથી શુભ માનવામાં આવે છે.

ઘડિયાળના કલરમાં કાળા કે ઘેરા વાદળી રંગના બદલે આછા, સોનેરી કે ચાંદીના રંગની પસંદગી કરવી.

વાસ્તુ દોષથી બચવા માટે ઘડિયાળ આપતી વખતે બદલામાં સામેની વ્યક્તિ પાસેથી 1 કે 5 રૂપિયાનો સિક્કો શગુન તરીકે લેવો જોઈએ.

ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ ઉપાય કે પદ્ધતિ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી. આ અંગે ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી.

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Surat Flood : પૂરગ્રસ્ત સુરતને ફરી બેઠું કરવાની DYCM હર્ષભાઈ સંઘવીની યુદ્ધસ્તરીય કવાયત !

Trans Fat: પેકેજ્ડ ફૂડમાં છુપાયેલું ટ્રાન્સ ફેટ, કેટલું જોખમી?

Gujaratfirst.com Home