અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે.
સિવિલ હોસ્પિટલનાં આઈ.સી.યુ. વોર્ડમાં ઉંદર રાજ જોવા મળ્યું છે.
સિવિલમાં ઉંદરોનાં ત્રાસથી દર્દીઓ પરેશાન થયાની ફરિયાદ ઊઠી છે.
રાત્રિ દરમિયાન બાળકોને પગ અને શરીરે બચકા ભર્યાની પણ ફરિયાદ થઈ છે.
હોસ્પિટલમાં ઉંદરો બિન્દાસ આંટાફેરા મારતો હોય તેવા વીડિયો પણ વાઇરલ થયા છે.
છેલ્લા ઘણા સમયથી દર્દીઓ ફરિયાદ કરે છે છતાં સમસ્યા એમની એમ છે.
સિવિલનું આરોગ્ય તંત્ર ઉંદરોનાં કાયમી નિકાલમાં નિષ્ફળ રહ્યું હોવાનો આરોપ છે.
ઉંદરોએ 400 કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલ રેકોર્ડ રૂમમાં દવાઓને પણ નુકસાન પહોંચાડ્યું.
15 થી વધુ બાળકોને ઉંદરોએ બચકા ભરતા ઇન્જેક્શન લેવાની ફરજ પડી છે.
2 રેસિડન્ટ ડોક્ટરને પણ ઉંદર કરડતા ટિટનેસનાં ઇન્જેક્શન લેવા પડ્યા છે.