ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ આધ્યાત્મ તરફ વળ્યા વિરાટ-અનુષ્કા
વિરાટ તેમની પત્ની સાથે વૃંદાવન ગયા અને રાધારાણીના દર્શન કર્યા અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા.
વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજમાં ઊંડી શ્રદ્ધા છે.
તેઓ ઘણીવાર પ્રેમાનંદ મહારાજની મુલાકાત લઈને તેમના જીવનના આગામી તબક્કા વિશે આશીર્વાદ મેળવે છે.
આ વખતે જ્યારે વિરાટ કોહલી વૃંદાવન પહોંચ્યો ત્યારે તે ફક્ત તેની પત્ની સાથે હતો.
જ્યારે ગઈ વખતે જ્યારે આ દંપતી પ્રેમાનંદ મહારાજ પાસેથી આશીર્વાદ લેવા આવ્યું હતું, ત્યારે પુત્રી વામિકા અને પુત્ર અકાય પણ ત્યાં હતા.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યા છે.