આજે 22મી જૂને ગુજરાતની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે
આ ઉપરાંત 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે પણ થઈ રહ્યું છે મતદાન
આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે
જામનગર જિલ્લાના જાંબૂડા ખાતે 95 વર્ષીય વૃદ્ધાએ ઉત્સાહભેર કર્યુ મતદાન
વડોદરાના ડભોઈની 28 ગ્રામ પંચાયતો માટે કુલ 43 હજાર મતદાતાઓ મતદાન કરી રહ્યા છે
અમદાવાદના દેત્રોજની 12 ગ્રામ પંચાયતમાં સરપંચ અને 42 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાઈ રહી છે
રાજકોટના જેતપુર તાલુકાની 6 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે