મહાશિવરાત્રીની પૂજામાં ના કરી બેસતા આ ભૂલ!
મહાશિવરાત્રિની પૂજા કરવાનો સૌથી શુભ સમય નિશિતા કાલ માનવામાં આવે છે, જે મધ્યરાત્રિએ હોય છે. આ સમયે પૂજા કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે
ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી માતા ભગવાન વિષ્ણુને પ્રિય છે, જ્યારે શિવ પૂજામાં બીલીપત્રનું વિશેષ મહત્વ છે
શિવલિંગનો અભિષેક કરતી વખતે માત્ર 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો જોઈએ અને અભિષેક માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ
શાસ્ત્રો અનુસાર, કેતકી અને કેવડાના ફૂલ ભગવાન શિવને ચઢાવવામાં આવતાં નથી, કારણ કે એકવાર આ ફૂલો ભગવાન શિવ વિશે ખોટું બોલ્યા હતા
મહાશિવરાત્રીના દિવસે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ, આ દિવસે પીળા, સફેદ કે કેસરી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે
મહાશિવરાત્રીના દિવસે ક્રોધ અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ, આ દિવસે વ્યક્તિએ શાંત અને ખુશ રહેવું જોઈએ