ટ્રમ્પ સત્તા પર આવતા જ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર લોકોમાં ફફડાટ છે
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારત સહિત ઘણા દેશોના નાગરિકોને તેમના દેશ પરત મોકલવામાં આવી રહ્યા છે
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સૌથી વધુ પ્રમાણમાં જો કોઈ દેશના નાગરિકો હોય તો તે મેક્સિકો છે
અમેરિકામાં કુલ 1 કરોડથી વધુ લોકો ગેરકાયદેસર રીતે રહે છે, જેમાંથી 40 લાખથી વધુ લોકો તો માત્ર મેક્સિકોના જ છે!
બીજા સ્થાને અલ સાલ્વાડોરના વસાહતીઓ છે. રિપોર્ટ અનુસાર, ત્યાંના 8 લાખ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે
2022ના આંકડા અનુસાર ભારતના 7 લાખથી વધુ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે, જેમાંથી 104ને પરત મોકલવામાં આવ્યા છે
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ઓળખ પોલીસ વિવિધ પ્રકારની બાતમીના આધારે કરે છે, ત્યારબાદ તે વિસ્તારમાં દરોડા પાડવામાં આવે છે
જે લોકો માન્ય કાગળો વિના અમેરિકામાં રહે છે અને પકડાય છે તેમને પહેલા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવે છે, જે એક પ્રકારની જેલ છે
ડિટેન્શન સેન્ટરમાં મોકલ્યા બાદ તે લોકોને તેમની નાગરિકતા અથવા કાયદેસરતા સાબિત કરવા માટે સમય આપવામાં આવે છે, જે લોકો તેમાં નિષ્ફ્ળ નીવડે તેમનો દેશનિકાલ થાય છે