શિયાળાનું અમૃત ફળ એટલે ‘જામફળ’
સ્વાદમાં ખાટું-મીઠું ફળ વિટામિન્સ-ફાઈબર્સ અને મિનરલ્સથી ભરપૂર છે.
સફેદ જામફળમાં ગુલાબી કરતા વિટામિન-સી વધુ મળે છે.
સફેદ જામફળમાં ડાઈટરી ફાઈબર પણ વધુ હોય છે. જે પાચન તંત્ર સુધારે છે.
લાઈકોપીન અને કેરોટીનોઈડના લીધે જામફળનો રંગ ગુલાબી હોય છે.
સફેદની સરખામણીએ ગુલાબી જામફળમાં એન્ટીઓક્સિડેન્ટ્સ વધુ હોય છે.
એન્ટીઓક્સિડેન્ટ્સ કેન્સર અને હૃદય રોગથી રક્ષણ આપે છે.
ગુલાબી જામફળમાં સુગર અને સ્ટાર્ચ ઓછા હોવાથી ડાયાબિટિસના દર્દીઓ માટે બેસ્ટ છે.
ગુલાબી જામફળમાં પાણીનું પ્રમાણ પણ પુષ્કળ હોવાથી હાઈડ્રેટેડ રાખે છે.