સૌથી વધુ ODI રન બનાવનાર ભારતીય બેટ્સમેન કોણ ?
સચિન તેંડુલકર ભારત માટે સૌથી વધુ ODI રન બનાવનાર બેટ્સમેન છે, જેમણે 463 મેચમાં 18,426 રન બનાવ્યા છે.
વિરાટ કોહલી ભારત માટે સૌથી વધુ ODI રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે છે, જેમણે અત્યાર સુધી 304 ODIમાં 14,181 રન બનાવ્યા છે.
રોહિત શર્મા 275 ODIમાં 11,249 રન સાથે ભારતના સૌથી વધુ ODI રન બનાવનાર બેટ્સમેનોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
આ લિસ્ટમાં સૌરવ ગાંગુલી ચોથા ક્રમે છે, જેમણે 308 ODIમાં 11,221 રન બનાવ્યા છે.
આ યાદીમાં રાહુલ દ્રવિડ પાંચમા સ્થાને છે, જેમણે 340 ODIમાં 10,768 રન બનાવ્યા છે.
એમએસ ધોની એ તેમની કારકિર્દીમાં 347 ODI રમીને 10,599 રન બનાવ્યા છે.
મોહમ્મદ અઝહરુદ્દીને 334 ODI રમી છે અને 9,378 રન બનાવ્યા છે.
યુવરાજ સિંહે 301 વનડે રમી 8,609 રન બનાવ્યા છે.
વીરેન્દ્ર સેહવાગે 241 વનડે રમી 7,995 રન બનાવ્યા છે.
શિખર ધવને 167 વનડે રમી 6,793 રન બનાવ્યા છે.