માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા સુરતના જંગલોમાં છોડવામાં આવ્યા 50 ચિત્તલ
સુરતનાં માંડવી જંગલમાં દીપડા જેવા વન્યપ્રાણીઓને કુદરતી ખોરાક મળી રહે તે માટે 50 ચિત્તલ છોડવામાં આવ્યા છે.
માનવ-વન્યજીવ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે ગુજરાત વન વિભાગ દ્વારા આ વિજ્ઞાન આધારિત અભિગમ અપનાવવામાં આવ્યો છે.
સાસણ ગીરથી લાવવામાં આવેલા આ 50 ચિત્તલને મે અને જૂન મહિના દરમિયાન ત્રણ તબક્કામાં સુરતનાં જંગલોમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે.
This browser does not support the video element.
હરણોની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે જંગલમાં 10 કાયમી વોટર પોઈન્ટ્સ પણ વિકસાવવામાં આવ્યા છે.