ગર્ભાવસ્થામાં યોગ-સ્ટ્રેચિંગ ડૉક્ટરની સલાહ મુજબ કરવું જોઈએ.
યોગ અને સ્ટ્રેચિંગ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
આ અભ્યાસ શરીરને લચીલું રાખવામાં અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.
પ્રેગ્નેન્સીમાં કોઈ પણ પ્રકારના યોગ શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
પ્રથમ ત્રણ મહિના દરમિયાન વધુ સાવચેતી રાખવી અને સ્ટ્રેચિંગ-યોગા-કસરત ટાળવું જોઈએ.
પેટ પર દબાણ આવે તેવા કોઈ પણ આસનો કે કસરતો કરવાથી સખત રીતે દૂર રહેવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓ માટે શ્વાસ લેવાની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્રાણાયામ અત્યંત ફાયદાકારક છે.
યોગ કરતી વખતે સંતુલન જળવાય તે માટે સાવધાની રાખવી અને જરૂર પડે તો મદદ લેવી.
શરીરને વધુ પડતું ખેંચાણ આપવું નહીં, ફક્ત હળવી કસરતો પર જ ધ્યાન આપવું હિતાવહ છે.