તાજમહેલ બનાવવા કેટલો થયો હતો ખર્ચ?
આગ્રાનો તાજમહેલ, વિશ્વની 7 અજાયબીઓમાં એક
યમુના કિનારે ચમકતું પ્રેમનું પ્રતિક એટલે Taj Mahal
1631 માં મુઘલ સમ્રાટ શાહજહાંની પત્ની મુમતાઝના અવસાન બાદ તેની યાદમાં તાજ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
મુમતાઝના અવસાન બાદ 1632 માં તાજમહેલનું બાંધકામ શરુ થયું હતું અને 1653 માં પૂર્ણ થયું હતું.
તમને જાણીને નાવાઇ લાગશે કે તાજમહેલ બનાવવામાં આશરે 22 વર્ષ લાગ્યા હતા.
તાજમહેલને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.
તાજમહેલ - ત્રણ શૈલીઓનું પર્શિયન, ઇસ્લામિક અને ભારતીય કલાનું સંગમ
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અહેવાલ મુજબ, તાજમહેલના બાંધકામમાં શાહજહાંએ અંદાજે 320 લાખ રૂપિયા (આશરે 1 અબજ યુએસ ડોલર) ખર્ચ્યા હતા.
જણાવી દઈએ કે તાજમહેલ બનાવવા માટે 20,000 થી વધુ કારીગરોએ કામ કર્યું હતું.