ભારત વંશના જોહરાન મમદાનીએ મેયર પદની ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો.
મેયરની ચૂંટણીમાં 20 લાખથી વધુ ઐતિહાસિક મતદાન થયું. 8.60 લાખ મતો સાથે મમદાનીનો ભવ્ય વિજ્ય.
જોહરાન મમદાની 100 વર્ષના ઇતિહાસમાં ન્યૂયોર્કના સૌથી યુવા અને પ્રથમ મુસ્લિમ મેયર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
1 જાન્યુઆરી, 2026 થી મેયર તરીકેનો કાર્યભાર સંભાળશે અને શહેરના વિકાસ માટે કામગીરી શરૂ કરશે.
મમદાનીની જીત બદલ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અભિનંદન પાઠવ્યા.
જાણીતા ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર છે જોહરાન મમદાની.
જોહરાનના પિતા મહમૂદ મમદાની એક પ્રતિષ્ઠિત વિદ્વાન છે.
જોહરાન મમદાનીની સફળતામાં તેમની પત્ની, સીરિયન મૂળના કલાકાર અને એક્ટિવિસ્ટ રામા દુવાજીનો સિંહફાળો છે.