સરથાણા પોલીસે નકલી વિજિલન્સ PSIની ધરપકડ કરી
ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિને નશાની હાલતમાં પકડ્યા હતા
આ નશો કરેલાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન આવેલા વ્યક્તિએ પોતાની ઓળખ વિજિલન્સ PSI તરીકે આપી હતી
આ વ્યક્તિએ પોતાનું નામ વિજિલન્સ PSI રોનક કોઠારી પોલીસને જણાવ્યું હતું
ગાંધીનગરની રાણા સાહેબની સ્કોડનો અધિકારી હોવાનું તેને પોલીસને ઓળખ આપી હતી
સરથાણા PIએ ઓળખકાર્ડ માંગતા નકલી અધિકારીએ હું ઓળખકાર્ડ ભૂલી ગયો તેવું જણાવ્યું
ત્યારબાદ તેની સઘન પૂછપરછ કરતા પોતે નકલી અધિકારી હોવાનો ભાંડો ફૂટ્યો