હિન્દુ ધર્મમાં તિલકનું ખૂબ જ મહત્વ છે, પૂજા બાદ ભક્તો તેમના કપાળ પર તિલક લગાવે છે
પરંતુ શું તમે જાણો છો કે કપાળ ઉપર કરાતા તિલકનું મહત્વ શું છે?
હિન્દુ ધર્મ અનુસાર, તિલક લગાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને મનને એકાગ્ર કરવામાં અને શાંત કરવામાં મદદ મળે છે
વૈજ્ઞાનિકોના મતે, મગજ પર તિલક લગાવતી વખતે, તે સ્થાનને દબાવવાથી શરીરના રક્ત પ્રવાહમાં સુધારો થાય છે
કપાળ ઉપર તિલક લગાવવથી એકાગ્રતા વધે છે કારણ કે તે એક ચક્ર છે જે શરીરને ઊર્જા પ્રદાન કરે છે
સામાન્ય રીતે ચોખાના દાણા સાથે તિલક લગાવવામાં આવે છે
હિંદુ ધર્મમાં ચોખાના દાણાને સકારાત્મકતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે
એવું પણ કહેવાય છે કે કેસરનું તિલક કરવાથી કીર્તિ વધે છે અને કાર્ય સિદ્ધ થાય છે
કુમકુમનું તિલક કરવાથી આકર્ષણ વધે છે અને આળસ દૂર થાય છે
કહેવાય છે કે ચંદનનું તિલક કરવાથી એકાગ્રતા વધે છે