Kutch: નખત્રાણામાં તાંત્રિક ઠગાઈ કરતા બે ભાઈઓ ઝડપાયા
- Kutch: બે ભાઈઓએ તાંત્રિક વિધીના નામ પર 7.50 લાખની લૂંટ કરી
- ફકીર બાપુના નામે 7 વર્ષથી ઠગાઈ કરતા હતા બે આરોપી
- પોલીસે આરોપીઓ પાસેથી 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Kutch: કચ્છના નખત્રાણામાં તાંત્રિક ઠગાઈ કરતા બે ભાઈઓ ઝડપાયા છે. જેમાં બે ભાઈઓએ તાંત્રિક વિધીના નામ પર રૂપિયા 7.50 લાખની લૂંટ કરી છે. તેમાં ફકીર બાપુના નામે 7 વર્ષથી બે આરોપી ઠગાઈ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તથા નખત્રાણા પોલીસની ત્વરિત કાર્યવાહી કરી તાંત્રિક ઠગો ઝડપાયા છે. ભુજના બે ભાઈઓએ નડતર દૂર કરવાની લાલચે ઠગાઈ કરી છે.
ફરિયાદીને 7 વર્ષથી લૂંટતા ભાઈઓ પોલીસના હાથે ઝડપાયા
ફરિયાદીને 7 વર્ષથી લૂંટતા ભાઈઓ પોલીસના હાથે ઝડપાયા છે. જેમાં રૂપિયા ડબલની લાલચે લાખોની લૂંટ કરી આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. કચ્છના નખત્રાણા તાલુકામાં તાંત્રિક વિધિના નામે લાખોની ઠગાઈ કરનાર બે ભાઈઓને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યા છે.
છેલ્લા સાત વર્ષથી આરોપીઓ પોતાને ફકીર બાપુ તરીકે ઓળખાવતા
ફરિયાદ મુજબ, છેલ્લા સાત વર્ષથી આરોપીઓ પોતાને ફકીર બાપુ તરીકે ઓળખાવતા હતા. તેઓ નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ અને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી એક નાગરિકને વિશ્વાસમાં લઈ કુલ 7.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
Kutch: ફરિયાદી માનસિક અને આર્થિક રીતે ત્રસ્ત બન્યો
વધુ રૂપિયાની માંગણી કરતા રહેતા ફરિયાદી માનસિક અને આર્થિક રીતે ત્રસ્ત બન્યો હતો. જેના પગલે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓ ધરપકડ કરી છે. બંને ભાઈઓ ભુજના રહીમ નગરના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા 7.20 લાખ રૂપિયાની રોકડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. તથા નખત્રાણા પોલીસે જનતાને અપીલ કરી છે કે તાંત્રિક વિધિ કે રૂપિયા ડબલ કરવાની લાલચમાં ન ફસાય અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરે.
આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM Modiએ લખ્યો ભાવનાત્મક લેખ


