Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રીલંકાની સરકારે BCCI સેક્રેટરી જય શાહની માફી માંગી, અર્જુન રણતુંગાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી જય શાહ પર કરેલી હાસ્યાસ્પદ ટિપ્પણી બદલ શ્રીલંકાની સરકારે માફી માંગી છે. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ પણ છે. રણતુંગાએ તાજેતરમાં એક વિચિત્ર નિવેદન આપ્યું હતું અને...
શ્રીલંકાની સરકારે bcci સેક્રેટરી જય શાહની માફી માંગી  અર્જુન રણતુંગાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો
Advertisement

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ

પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી જય શાહ પર કરેલી હાસ્યાસ્પદ ટિપ્પણી બદલ શ્રીલંકાની સરકારે માફી માંગી છે. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ પણ છે. રણતુંગાએ તાજેતરમાં એક વિચિત્ર નિવેદન આપ્યું હતું અને શ્રીલંકન ક્રિકેટના પતન માટે જય શાહને જવાબદાર ગણાવ્યા હતા. આ પછી 1996માં વર્લ્ડ કપ જીતનાર કેપ્ટનની ભારે ટીકા થઈ હતી.રણતુંગાએ કહ્યું હતું કે, "શ્રીલંકા ક્રિકેટ (SLC)ના અધિકારીઓ અને જય શાહ વચ્ચેના સંબંધોને કારણે, BCCI એવી છાપમાં છે કે તેઓ SLCને કચડી શકે છે અને તેને નિયંત્રિત કરી શકે છે. જય શાહ શ્રીલંકા ક્રિકેટને ચલાવી રહ્યા છે. જય શાહના દબાવના કારણે શ્રીલંકા ક્રિકેટ બર્બાદ થઈ રહ્યું છે.એક માણસ શ્રીલંકા ક્રિકેટને બર્બાદ કરી રહ્યું છે તે માત્ર તેમના પિતાના કારણે શક્તિશાળી છે જે ભારતના ગૃહમંત્રી છે.શ્રીલંકાની સંસદમાં મંત્રીઓએ માફી માંગી

Advertisement

શુક્રવારે સંસદીય સત્ર દરમિયાન શ્રીલંકન સરકારના બે મંત્રીઓ હરિન ફર્નાન્ડો અને કંચના વિજેસેકેરાએ રણતુંગાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે જવાબદારી બાહ્ય સંસ્થાઓને બદલે શ્રીલંકાના પ્રશાસકોની છે. મંત્રી વિજેસેકેરાએ કહ્યું, "એક સરકાર તરીકે અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા જય શાહ સમક્ષ અમારું દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા અથવા અન્ય દેશોને તેમની સંસ્થાઓની ખામીઓ માટે હાથ પકડી શકતા નથી. આ ખોટી ધારણા છે."દરમિયાન પ્રવાસન મંત્રી હરિન ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ સાથે ICC દ્વારા શ્રીલંકા ક્રિકેટ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવા માટે વાત કરી છે. મંત્રી હરિન ફર્નાન્ડોએ ચેતવણી આપી હતી કે ICC પ્રતિબંધના દેશ માટે પ્રતિકૂળ પરિણામો આવી શકે છે, ખાસ કરીને આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર આગામી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ પર અસર કરશે. તેમણે કહ્યું, "જો ICCનો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો કોઈ ટૂર્નામેન્ટ માટે શ્રીલંકાની મુલાકાત લેશે નહીં. શ્રીલંકાને ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી એક પૈસો પણ નહીં મળે."

Advertisement

આ પણ વાંચો -- WC 2023 : બ્રોડકાસ્ટર્સ પર રૂપિયાનો વરસાદ, ડિઝની-હોટસ્ટારનો 2500 કરોડનો નફો, ICCની કમાણી કરોડોમાં…

Tags :
Advertisement

.

×