રાજ્યમાં PSIની પરીક્ષાનું પરિણામ ઓગસ્ટમાં થઇ શકે છે જાહેર
PSI અને LRDની પરીક્ષાના પરિણામ અંગે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. PSIની પરીક્ષાનું પરિણામ ઓગસ્ટમાં જાહેર થઇ શકે છે, જયારે LRDની પરીક્ષાનું પરિણામ PSIના પરિણામ બાદ આવી શકે છે. લાખો ઉમેદવારો PSI અને LRDની પરીક્ષાના પરિણામની રાહ જોઇ રહ્યા છે ત્યારે PSIની પરીક્ષાનું પરિણામ આગામી ઓગષ્ટ માસમાં જાહેર થઇ શકે છે તેવી માહિતી બહાર આવી છે. સુત્રોએ કહ્યું હતું કે 12 અને 19 જૂનના રોજ યોજાશે PSIની મેઇન પર
Advertisement
PSI અને LRDની પરીક્ષાના પરિણામ અંગે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. PSIની પરીક્ષાનું પરિણામ ઓગસ્ટમાં જાહેર થઇ શકે છે, જયારે LRDની પરીક્ષાનું પરિણામ PSIના પરિણામ બાદ આવી શકે છે.
લાખો ઉમેદવારો PSI અને LRDની પરીક્ષાના પરિણામની રાહ જોઇ રહ્યા છે ત્યારે PSIની પરીક્ષાનું પરિણામ આગામી ઓગષ્ટ માસમાં જાહેર થઇ શકે છે તેવી માહિતી બહાર આવી છે. સુત્રોએ કહ્યું હતું કે 12 અને 19 જૂનના રોજ યોજાશે PSIની મેઇન પરીક્ષા યોજવામાં આવશે. 12મી જૂને PSI પરીક્ષાના ગુજરાતી અને અંગ્રેજી એમ બે પેપર લેવામાં આવશે જ્યારે 9મી જૂને સામાન્ય જ્ઞાન અને કાયદાનું પેપર લેવાશે.
પ્રાપ્ત માહિતી મુજબ PSIની 1,389 પોસ્ટ માટે આ પરીક્ષા યોજવામાં આવશે. આગામી જુલાઇમાં 2,600 ઉમેદવારોની યાદી જાહેર થઇ શકે છે અને આખરી પરિણામ ઓગસ્ટના પ્રથમ કે બીજા સપ્તાહમાં આવી શકે છે.
જ્યારે અંતિમ પરિણામમાં 1,389 ઉમેદવારોને સમાવાશે. LRDનું પરિણામ ઓગસ્ટના બીજા સપ્તાહ સુધી આવવાની શક્યતા છે. ઉલ્લેખનિય થે તે 10,400 પોસ્ટ માટે 2.87 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. PSI બૉર્ડ સાથે સંકલન કરી LRDનું પરિણામ જાહેર થઇ શકે છે.


