LIVE: Gujarat Latest News : દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી.
Live Tv
Live Matches
Valsad News: ભારે વરસાદ વચ્ચે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ એક્શનમાં, દિલ્હીથી ફોન પર જ અધિકારીઓને આપી દીધી સૂચનાઓ
Valsad News: દક્ષિણ ગુજરાત સહિત વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ છે. આ વિકટ પરિસ્થિતિમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દિલ્હી ખાતે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું હોવા છતાં પોતાના લોકસભા ક્ષેત્રના નાગરિકોની ચિંતા કરી રહ્યા છે.
Sonam Wangchuk Hunger Strike : દેશને તમારી જરૂર, સોનમ વાંગચુકને ઉપવાસ સમાપ્ત કરવા અભિજીત દીપકેની વિનંતી
દેશની શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માગણી સાથે ચાલી રહેલા સોનમ વાંગચુકના ઉપવાસના 25મા દિવસે તેમની સ્થિતિ ચિંતાજનક બની છે. મેદાંતા હોસ્પિટલમાં દાખલ વાંગચુકને વિપક્ષ અને કાર્યકર અભિજીત દીપકેએ અનશન તોડવા વિનંતી કરી છે. બીજી તરફ, પ્રદર્શનકારીઓ પર પોલીસ એક્શન સામે હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ છે અને શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી લડત ચાલુ રાખવા જંતર-મંતર પર જાહેરાત કરાઈ છે.
Ukraine Army Chief Replaced : યુક્રેનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની મોટી કાર્યવાહી, રશિયા સામે યુદ્ધ વચ્ચે આર્મી ચીફને હટાવ્યા
Ukraine Army Chief Replaced : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મંગળવારે જનરલ ઓલેકઝાન્ડર સિર્સ્કીને દેશના સેના કમાન્ડર-ઇન-ચીફ તરીકે હટાવ્યા. તેમણે તેમના સ્થાને મિખૈલો દ્રપટ્ટીની નિમણૂક કરી છે. જો કે કિવ સહિતના દેશના અનેક શહેરોમાં દિવસો સુધી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
Virat Kohli Vrindavan Visit : વિરાટ અને અનુષ્કા શર્મા ખુલ્લા પગે વૃંદાવનની ગલીઓમાં ફરતા દેખાયા, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ધાર્મિક મુલાકાતને કારણે તેઓ ચર્ચામાં છે. આ કપલે વૃંદાવનની ગલીઓમાં ખુલ્લા પગે ચાલીને સંત પ્રેમાનંદ મહારાજ અને ગુરુ ગૌરાંગી શરણના આશીર્વાદ લીધા છે. આરસીબીની જીત બાદ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવેલી આ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Virat Kohli Vrindavan Visit : વિરાટ અને અનુષ્કા શર્મા ખુલ્લા પગે વૃંદાવનની ગલીઓમાં ફરતા દેખાયા, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ધાર્મિક મુલાકાતને કારણે તેઓ ચર્ચામાં છે. આ કપલે વૃંદાવનની ગલીઓમાં ખુલ્લા પગે ચાલીને સંત પ્રેમાનંદ મહારાજ અને ગુરુ ગૌરાંગી શરણના આશીર્વાદ લીધા છે. આરસીબીની જીત બાદ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવેલી આ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
MS Dhoni Investment : ધોનીનો નવો માસ્ટરસ્ટ્રોક! હવે SolarSquareમાં કર્યું રોકાણ, કંપનીના બન્યા નવા બ્રાન્ડ એમ્બેસેડર
MS Dhoni Investment : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મોટું રોકાણ કર્યું છે. ધોનીએ રૂફટોપ સોલર સ્ટાર્ટઅપ SolarSquareમાં રોકાણ કરવાની સાથે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ જોડાણ કર્યું છે. ₹510 કરોડના ફંડિંગ રાઉન્ડનો ભાગ બનેલા આ રોકાણથી ભારતમાં ક્લીન એનર્જી અને હોમ સોલર માર્કેટને વધુ ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Delhi Jantar Mantar: દિલ્હીના જંતરમંતર પર ભારે હંગામો, સંસદ માર્ચ પહેલાં પ્રદર્શનકારીઓ સામે એક્શન
NEET પેપર લીક મુદ્દે છેલ્લા 30 દિવસથી દિલ્હીના જંતરમંતર પર યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે સંસદ માર્ચ પહેલા આ આંદોલન ઊગ્ર બન્યું છે.
Jindagina Sacha Rango : બાકી બધું ઠીક,આ ધોળા-કાળાની વચ્ચે જે ‘ભૂખરું’ છે ને...?? એ જ છે અસલી જિંદગી !
જ્ઞાનીઓ ગમે તે કહે, પણ આપણી જિંદગી બ્લેક, વ્હાઇટ અને ગ્રે રંગોના મિશ્રણથી ઘડાય છે. જાણો કેવી રીતે તમારા 80 % ગ્રે (ભૂખરા) હિસ્સાને શ્વેત તરફ લઈ જઈને જીવનને સપ્તરંગી બનાવી શકાય.
Rashifal 22 july 2026 : ચમકશે આ રાશિવાળાનું નસીબ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Rashifal 22 july 2026 : આજે 22 જુલાઈ 2026 ના રોજ ગ્રહોની વિશેષ ચાલથી તમામ 12 રાશિઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. કારકીર્દી, વેપાર, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનની દૃષ્ટિએ મેષથી મીન સુધીની તમામ રાશિઓનું દૈનિક રાશિફળ અને વિશેષ લાભો અહીં જાણો.
X Android App : X એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરી નવી એપ! જાણો શું બદલાયું અને કયા નવા ફીચર્સ મળશે
X Android App : X (Twitter) એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પોતાની એપનું સંપૂર્ણપણે નવું વર્ઝન લોન્ચ કર્યું છે. નવી એપમાં વધુ ઝડપી સ્પીડ, સ્મૂથ સ્ક્રોલિંગ, બહેતર નોટિફિકેશન અને સુધારેલી રિલાયબિલિટી જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સંપૂર્ણ નવા આર્કિટેક્ચર પર તૈયાર થયેલી આ એપ ભવિષ્યમાં વધુ ફીચર્સ સાથે વધુ સારો યુઝર એક્સપિરિયન્સ આપશે.
ADR Rajya Sabha Report : રાજ્યસભાના સાંસદોની સંપત્તિ, શિક્ષણ અને ગુનાહિત પૃષ્ઠભૂમિનો ચોંકાવનારો ચિતાર
ADR Rajya Sabha Report : ADRના તાજેતરના વિશ્લેષણમાં રાજ્યસભાના 226 સાંસદોની સંપત્તિ, શૈક્ષણિક લાયકાત, ગુનાહિત કેસો અને મહિલા પ્રતિનિધિત્વ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રિપોર્ટ દર્શાવે છે કે રાજ્યસભામાં અબજોપતિ સાંસદોનું પ્રભુત્વ વધી રહ્યું છે, જ્યારે અનેક સભ્યો સામે ફોજદારી કેસો પણ નોંધાયેલા છે. આ આંકડાઓ ભારતની રાજકીય વ્યવસ્થાના વિવિધ પાસાઓને સમજવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Anantnag Terror Attack : અનંતનાગના લાલ ચોકમાં આતંકવાદી હુમલો ! કોન્સ્ટેબલની ગોળી મારીને કરી હત્યા
Anantnag Terror Attack : દક્ષિણ કાશ્મીરના અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં કોકરનાગ રોડ પર પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.









