અમદાવાદમાં આગામી 9-10 ફેબ્રુઆરીએ અર્બન-20 સમિટ યોજાશે
અમદાવાદમાં આગામી 9-10 ફેબ્રુઆરીએ અર્બન-20 સમિટ યોજાશેU-20માં જળ સુરક્ષા મહત્ત્વનો મુદ્દોઃ ગુજરાતે નર્મદાના પાણીથી 127 જળાશય, 850 તળાવો ભર્યા નર્મદાના પાણીને કારણે ભૂગર્ભ જળના દોહનમાં ઘટાડો થયો અમદાવાદ ( Ahmedabad)માં આવતા મહિને 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાનાર અર્બન-20 (Urban-20)બેઠકના 6 મહત્ત્વના એજન્ડામાં જળ સુરક્ષાનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર ઝડપી શહેરીકરણ અને ભૂગર્ભ જળના વ્યાપક દોહનને કારણે દુàª
Advertisement
- અમદાવાદમાં આગામી 9-10 ફેબ્રુઆરીએ અર્બન-20 સમિટ યોજાશે
- U-20માં જળ સુરક્ષા મહત્ત્વનો મુદ્દોઃ ગુજરાતે નર્મદાના પાણીથી 127 જળાશય, 850 તળાવો ભર્યા
- નર્મદાના પાણીને કારણે ભૂગર્ભ જળના દોહનમાં ઘટાડો થયો
અમદાવાદ ( Ahmedabad)માં આવતા મહિને 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાનાર અર્બન-20 (Urban-20)બેઠકના 6 મહત્ત્વના એજન્ડામાં જળ સુરક્ષાનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર ઝડપી શહેરીકરણ અને ભૂગર્ભ જળના વ્યાપક દોહનને કારણે દુનિયાભરના શહેરોમાં જળ વ્યવસ્થાપન ખોરવાયું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે પણ તાજા પાણીની ઉપલબ્ધતા ઘટી રહી છે. જો કે ગુજરાતે છેલ્લા 16 વર્ષમાં જળ સુરક્ષાની દિશામાં કરેલા વ્યાપક પ્રયાસોને પરિણામે ભૂગર્ભ જળના દોહનમાં ધરખમ ઘટાડો થયો છે. માત્ર સરદાર સરોવર નર્મદા યોજના થકી છેલ્લા 16 વર્ષમાં 127 જળાશય, 850 તળાવ, 600 ચેકડેમ ભરવામાં આવ્યા છે.
નર્મદાના પાણીને કારણે 9.57 લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ
નર્મદાના પાણીને કારણે 9.57 લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે. ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 2004માં સુજલામ સુફલામ યોજના મંજૂર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના 7 જળાશયો, 737 તળાવો જોડવામાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 2012માં યોજના શરુ કરાયા બાદ પ્રથમ બે તબક્કામાં 73 અને ત્રીજા તબક્કામાં 33 જળાશયો જોડવામાં આવશે. સૌરાષ્ટ્રમાં 2012થી 2020 દરમિયાન 49 જળાશયો, 103 તળાવો, 606 ચેકડેમ ભરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપ U-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં અર્બન-20 બેઠક યોજાશે. U-20 સમિટ છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાઈ હતી. જ્યારે 2021માં ઇટલીના રોમમાં, 2020માં રિયાધમાં તથા 2019ની U-20 સમિટ ટોકિયોમાં યોજાઈ હતી.
અર્બન-20 સમિટમાં શું થશે ?
આગામી મહિને યોજાનાર અર્બન-20 બેઠકમાં જળ સ્ત્રોતોની સુરક્ષાની દિશામાં નક્કર પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને શહેરી જળ વ્યવસ્થાપનના ભાગરુપ દરેકને સ્વચ્છ પાણી મળે એ માટેની રુપરેખા તૈયાર કરાશે. એટલું જ નહીં પાણીનો ભરાવો, પૂર દરમિયાન પાણી ભરાવા કે અછત જેવી સ્થિતિ દરમિયાન પાણીના વ્યવસ્થાપન અંગે પણ નિર્ણયો લેવાશે.
કેટલીક રસપ્રદ જાણકારી
- - 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં 86% પરિવારો નળ કનેક્શન ધરાવે છે. જે રાષ્ટ્રીય સરેરાશ (71%)થી વધારે છે.
- - ગુજરાતમાં વર્ષ 1961માં કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું પ્રમાણ 25.7% હતું. 2036 સુધીમાં આ પ્રમાણ વધીને 55.1% થઈ જવાનો અંદાજ છે. આ જ સમયગાળા દરમિયાન દેશમાં શહેરી વસ્તીનું પ્રમાણ 18%થી વધીને 39.7% થઈ જશે એવો અંદાજ છે.
- - ગુજરાતમાં 50% શહેરી વસ્તી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વસવાટ કરે છે. જ્યારે બે તૃતિયાંશ શહેરી વસ્તી 8 મહાનગરપાલિકામાં વસે છે.
- - અમદાવાદમાં 2010માં પાણીના કનેક્શનનું પ્રમાણ 89%થી વધીને 2019માં 94% થઈ ગયું હતું. જે રાજ્યમાં સૌથી વધારે છે. જ્યારે સુરતમાં આ સમયગાળા દરમિયાન પાણી કનેક્શનનું પ્રમાણ 82%થી વધીને 93% થયું હતું. જ્યારે વડોદરામાં 69%થી વધીને 89%, રાજકોટમાં 65%થી વધીને 80% જ્યારે ભાવનગરમાં 72%થી વધીને 77% થયા હતા.
(સ્ત્રોતઃ અર્બન ડ્રિકિંગ વોટર સિક્યોરિટી ઇન ગુજરાત, સેપ્ટ યુનિવર્સિટીનો 2021માં પ્રસિદ્ધ થયેલો અભ્યાસ )
આ પણ વાંચો--G-20 અંતર્ગત U-20 સમિટ અમદાવાદમાં 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાશે, વિદેશી મહેમાનો કાંકરિયા લેક પર કરશે ડિનર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


