13 વર્ષના કિશોર સાથે 22 વર્ષીય યુવકે કર્યું દુષ્કૃત્ય, પોલીસે કરી ધરપકડ..
ગુજરાતમાં યુવતીઓ પર દુષ્કર્મની ઘટના અનેક વાર સામે આવે છે પંરતુ હવે તો નાના બાળકો પણ સલામત ન હોય તેવા કિસ્સા સામે આવે છે. તેવામાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 13 વર્ષના કિશોર સાથે એક યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ નોંધાય છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો દાણીલીમડા વિસ્તારમાં રહેતàª
Advertisement
ગુજરાતમાં યુવતીઓ પર દુષ્કર્મની ઘટના અનેક વાર સામે આવે છે પંરતુ હવે તો નાના બાળકો પણ સલામત ન હોય તેવા કિસ્સા સામે આવે છે. તેવામાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 13 વર્ષના કિશોર સાથે એક યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ નોંધાય છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો દાણીલીમડા વિસ્તારમાં રહેતા 13 વર્ષના કિશોરને સોશિયલ મીડિયાના માધ્યમથી ૨૨ વર્ષીય યુવકનો પરિચય થયો હતો અને બંને સારા મિત્રો થતા ભેગા થયા હતા. આરોપી યુવક કિશોર સાથે અનેક વખત બોમ્બે સહિતના શહેરોમાં ડાન્સ અને ટીવી સિરિયલમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ઓડિશન આપવા માટે જતા હતા.તેવામાં આરોપી અમદાવાદમાં કિશોરના ઘરે રોકાયો ત્યારે તેણે કિશોર સાથે ત્રણથી ચાર વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
છેલ્લા ઘણાં સમયથી કિશોર સ્ટ્રેસમાં રહેતો હોવાથી માતાએ તેને ફોસલાવીને પૂછતા તેણે આ સમગ્ર મામલે માતાને જાણ કરી હતી મહત્વનું છે કે આરોપી અને કિશોર ભાઈ તરીકે રહેતા અને યુવકે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને આ વાતની જાણ કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી..જેથી કિશોર ડરી જતાં તેણે આ બાબતે કોઈને જાણ કરી ન હતી જોકે અંતે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
હાલ તો આ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે મહત્વનું છે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર યુવક રાજસ્થાનનો રહેવાસી હોવાનું અને અલગ-અલગ શહેરોમાં કિશોર સાથે ઓડિશન આપવા માટે જતો હતો જેના કારણે પરિવારને પણ તેના ઉપર સંપૂર્ણ ભરોસો હતો તેવામાં યુવકે કરેલા દુષ્કૃત્યની જાણ પરિવારજનોને થતાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની આકરી પૂછપરછ શરૂ કરી છે.


