31 PI's Internal Transfer : અમદાવાદ શહેરના 31 PI ની આંતરિક બદલીના આદેશ કરાયા
- 31 PI's Internal Transfer,
- અમદાવાદ શહેરના 31 PI ની આંતરિક બદલી
- શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીના આદેશ કરાયા
- પોલીસ સ્ટેશન સિવાય એજન્સીના કેટલાંક PI ની પણ બદલી કરાઈ
Ahmedabad : શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના 31 PI ની આંતરિક બદલી (31 PI's Internal Transfer) ના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના નવરંગપુરા, મણિનગર, સરખેજ, પાલડી, સાબરમતી, વાડજ સહિતના પોલીસ સ્ટેશનના PI નો સમાવેશ થાય છે. પોલીસ સ્ટેશન સિવાય એજન્સીના કેટલાંક PI ની પણ બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
31 PI's Internal Transfer ના આદેશ
અમદાવાદ શહેરના નવરંગપુરા, મણિનગર, સરખેજ, પાલડી, સાબરમતી, વાડજ સહિતના પોલીસ સ્ટેશનના એમ કુલ 31 PI ની બદલીના આદેશ કરાયા છે. આ સિવાય પોલીસ સ્ટેશન સિવાય એજન્સીના કેટલાંક PI ની પણ બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એસસી-એસટી સેલ, ટ્રાફિક, કંટ્રોલરૂમ, સાઈબર ક્રાઈમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.
31 PIs Internal Transfer Gujarat- First-18-08-2025-
આ પણ વાંચોઃ Gandhinagar : સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારોને આ દિવસથી મળશે 24 કલાક પાણી
ઘાટલોડીયા PI ની બદલી
ઘાટલોડિયામાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનર દ્વારા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી હતી. બીજી તરફ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને પણ થોડા દિવસ અગાઉ જ છૂટા કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર જી. એસ. મલિક (G.S.Malik) એ ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી, EOW સહિતની એજન્સીઓમાં PI ની બદલીઓ કરી છે. જેમાં છેલ્લા ઘણા સમયથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે તો કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઈન્સ્પેક્ટરને કંટ્રોલરૂમ અથવા તો અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે.
Ahmedabad city ના 31 PIની આંતરિક બદલી
શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીના આદેશ
Navrangpura, Maninagar, Sarkhej ના PIની બદલી
Paldi, Sabarmati, Vadaj સહિતના PIની બદલી
પોલીસ સ્ટેશન સિવાય એજન્સીના કેટલાક PIની બદલી | Gujarat First#Ahmedabad #PoliceTransfer #GujaratPolice #PITransfer… pic.twitter.com/NeSVS7K9WQ— Gujarat First (@GujaratFirst) August 18, 2025
આ પણ વાંચોઃ Shravan 2025 નો આજે છેલ્લો સોમવાર... ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર


